ગઇ’તી હું પાણીડું, ભરવા રે, ઉપાડી હેલડી રે ૧/૮

ગઇ'તી હું પાણીડું ભરવા રે, ઉપાડી હેલડી રે ;સરખી સમાણી લેઇને રે, સાથે સાહેલડી રે.      
જમુનાને આરે ઉભા રે, ડોલરિયો દીઠડા રે ;લજ્જા મેં તો મેલીને લીધા રે, મોહનજીના મીઠડાંરે.     
તંબોલની રેખ અધરે રે, અલૌકિક ભાતની રે ;કળી જાણે દાડમ કેરી રે, શોભા છે દાંતની રે.   
શોભે મુખહાસ મધુરું રે, નાસા છે નામણી રે ;આંખડલીમાં અમૃત વરસે રે, રૂડી રળીઆમણી રે.
કલંગી સુંદર લટકે રે, પેચાળી પાઘમાં રે ;વહાલો બ્રહ્માનંદનો ગાવે રે, અલોકિક રાગમાં રે. પ 

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી