જાણી મુજ સામું જોયું રે, પાતળિયે પ્રીતમાં રે ૨/૮

જાણી મુજ સામું જોયું રે, પાતળિયે પ્રીતમાં રે ;  
ખાંતીલાનું આવીને ખુંતું રે, છોગું મારા ચિત્તમાં રે.      
બાંધ્યા બાંહ્યે સુંદર બાજુ રે, કુંડળિયા કાનમાં રે ;
સુણી ગુલતાન થઇ છું રે, વંશી કેરી તાનમાં રે.   
બોલે મુખ સુંદર વાણી રે, વળી વળી વહાલમાં રે ;      
જોઇ હું તો મોહીને રહી છું રે, છેલાજીની ચાલમાં રે.    
ઉભા અલબેલો વહાલો રે, સખામાં શોભતા રે ;  
નેણું કેરી સાન કરીને રે, મન મારું લોભતા રે.    
જોયું ચંદ પૂરણ જેવું રે, મોહનજીનું મુખડું રે ;
વહાલો બ્રહ્માનંદનો જોઇ રે, ગયું ભવ દુઃખડું રે.  

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી