જશોદાનો જીવન ખેલે રે, જમુનાના તીરમાં રે ૫/૮

જશોદાનો જીવન ખેલે રે, જમુનાના તીરમાં રે ;છોટા છોટા છોરા શોભે રે, ભુધરજીની ભીરમાં રે.
રમે રઢિયાળો વહાલો રે, આળસ નહિં અંગમાં રે ;છબીલો લાગે છે સારો રે, ગોવાળાના સંગમાં રે. 
દડાને વાંસે દોડે રે, ગેડી લીધી હાથમાં રે ;રંગીલો લાગે છે રૂડા રે, ગોઠીડાના સાથમાં રે.   
ધીંગાણાની ધૂમ મચાવી રે, થઇ બહુ વારડી રે ;પાણીડું ભરવું ભૂલી રે, જોઇ પાણીઆરડી રે.    
વહાલે બ્રહ્માનંદને લીધો રે, દડો ખુબ દોટમાં રે ;ગોપી કંઇ ઘાયલ કીધી રે, નેણું કેરી ચોટમાં રે.  પ 

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી