બહુ હેત કરીને બોલાવે, જશોદા માવડી રે ૬/૮

બહુ હેત કરીને બોલાવે, જશોદા માવડી રે ;
કાના ! શી ટેવ પડી તુંને રે, રમ્યાનીઆવડી રે.
ઘોળી જાઉં વાર ઘણી થઇ રે, લાગી હશે ભુખડીરે ;
તારે સારુ કીધલ તાજી રે, સાકર કેરી સુખડી રે.
કાજુ મેં તો દુધ કઢીને રે, રાખ્યુ દહી જામણી રે ;
આવી કરો શ્યામ સોહાગી રે, થોડી શિરામણી રે.
ચતુરાઇએ ચોખા રાંધ્યા રે, કે આંબાસાલના રે.
વડાં મેં તો ખૂબ બનાવ્યાં રે, ધોઇ મગદાળના રે.
માખણમાં મીસરી ભેળી રે, કાના તારે કારણે રે ;
આવો બ્રહ્માનંદના વહાલા રે, જાઉં તારે વારણે રે.

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી