Logo image

તારામય રહેવાય, તારા ગુણ ગવાય

તારામય રહેવાય, તારા ગુણ ગવાય;
         તારા વિના બીજો મને ઘાટ નવ થાય...ટેક.
તારી મૂર્તિમાં રસબસ રહું, તારા વિના બીજુ હું ના ચહું;
         સુખ તારું એક ગમે, રૂપ તારું એક ગમે,
         તુજ વિના ન રહેવાય...તારા૦ ૧
તમે કરોને મુજમાં આરામ, મારો થાઓને તુજમાં વિરામ;
         મારા મનમાં એવું ગમે, એકમેક હું ને તમે,
         મહા આનંદ લહેરાય...તારા૦ ૨
જ્ઞાનજીવન છે દાસી તમારી, મારા વાલમ લો હેતે સ્વીકારી;
         સ્ફૂરે તારું એક રૂપ, રહું તુંમાં તદરૂપ,
          બીજું કાંઈ ના દેખાય...તારા૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026