રૂડી કેસર કેરી આડ, મનોહર ભાલમાં રે લોલ ૨/૪

રૂડી કેસર કેરી આડ, મનોહર ભાલમાં રે લોલ;
	ચોર્યાં વ્રજનારીનાં ચિત્ત, લટકતી ચાલમાં રે લોલ...૧
શોભે નટવરજીને સંગ, મનોહર મંડળી રે લોલ;
	કરે છે યમુના તીરે ખેલ, સખા સર્વે મળી રે લોલ...૨
હેલી મારાં લોચન પામ્યાં લોભ કે, નીરખી નાથને રે લોલ;
	કીધાં સુખડામાં ગુલતાન, ગોપીજન સાથને રે લોલ...૩
જોતાં આડી નજરે જોર કે, કાંઈક કો રાખતા રે લોલ;
	શોભે બ્રહ્માનંદ કે’ ચોટ, નયનની નાંખતાં રે લોલ...૪
 

મૂળ પદ

ગઈતી ગઈતી ભરવાને નીર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી