હેલી મારે મંદિરીએ મોરાર, પધાર્યા પ્રીતથી રે લોલ ૩/૪

હેલી મારે મંદિરીએ મોરાર, પધાર્યા પ્રીતથી રે લોલ;
	રસિયે બોલાવી ગ્રહી બાંહ્ય કે, રસની રીતથી રે લોલ...૧
સુંદર છોગાં મેલ્યાં શીશ, કલંગી શોભણી રે લોલ;
	પહેર્યા ફૂલડાં કેરા હાર, અલૌકિક છબી બની રે લોલ...૨
અતિશે આનંદ વાધ્યો અંગ, થઈ રંગ રેલડી રે લોલ;
	આવી અલબેલાને સાથ, બંધાણી બેલડી રે લોલ...૩
સજની આમાસામા આજ, અધરરસ પીધલા રે લોલ;
	નીરખી બ્રહ્માનંદનો નાથ કે, ઉર પર લીધલા રે લોલ...૪
 

મૂળ પદ

ગઈતી ગઈતી ભરવાને નીર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


તેરી શરનમેં
Studio
Audio
0
0