વહાલી લાગે વહાલા તારી વાતડી રે છેલા મળીયે ઠરે મારી છાતડી રે ૪/૮

વહાલી લાગે વહાલા ! તારી વાતડી રે ;
છેલા મળીયે ઠરે મારી છાતડી રે. વા૦ ટેક.
રંગભીના રંગાણી તારા રંગમાં રે ;
અતિ આનંદ થયો છે મારા અંગમાં રે. વા૦ ૧
હું તો જીવું મોહન ! તૂંને જોઇને રે ;
વળી રાખું આંખડલીમાં પ્રોઇને રે. વા૦ ર
કાના ! નેણુંમાં કામણ કીધલાં રે ;
રૂડાં લટકાં કરી મન લીધલાં રે. વા૦ ૩
વારી એકાંતે રંગભર આવજો રે ;
બ્રહ્માનંદને હસીને બોલાવજો રે. વા૦ ૪

મૂળ પદ

મન લીધું મોરલડીની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
0
0