કાના ! જાવા દ્યો મારે ઘર કામ છે રે ૮/૮

કાના ! જાવા દ્યો મારે ઘર કામ છે રે ;
મારે માથે તે મહીડાનું ઠામ છે રે. ક૦ ટેક.
દિને રાત આ વાટે અમે ચાલીએ રે ;
દહાડી દહાડી તે દાણ કયાંથી આલીએ રે. ક૦ ૧
વહાલા ભુડું તે મુખથી નવ ભાંખીએ રે ;
કાંઇક રીત માણસ કેરી રાખીએ રે. ક૦ ર
કોઇક દેખી ભરમ મન ધારશે રે ;
મુને સાસુડી મેહેણાં મારશે રે. ક૦ ૩
તમો મા'લો છો જવાનીના તોરમાં રે ;
બ્રહ્માનંદના વહાલા ! બોલો જોરમાં રે ક૦ ૪

મૂળ પદ

મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી