રો' રો' હું તમને ઓળખું કાના, છપી રો' છો તમે કંસ થકી છાના ૩/૪

રો' રો' હું તમને ઓળખું કાના, છપી રો' છો તમે કંસ થકી છાના.
જાણું તમારીનાત ને જાત, મોટી મોટી નવ કીજીએ વાત.
ગોકુળ આવીને ચારો છો ગાયું, શું જાણી બોલો છો લાડકવાયું.
જોતા નથી કાંઇ ટાણું-કટાણું, ધોળે દહાડે આવી કરો છો ધેંગાણું.
રીઝે બૂઝે સરવે કારજ થાશે, જોર કર્યામાં વાત ચોવટે જાશે.
બ્રહ્માનંદ કહે મેલો પાલવ મારો, છાનામાના જઇ ગાવડી ચારો.

મૂળ પદ

મેલો મેલો મારગડો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી