મથુરામાં મહી વેચવા જાયે, દહાડી દહાડી ખોટી કેમ કરી થાયે ૪/૪

મથુરામાં મહી વેચવા જાયે, દહાડી દહાડી ખોટી કેમ કરી થાયે.
નવરા તમે એ જ કામ તમારે, મહીયારી રોકવી સાંજ-સવારે.
એમ કર્યા તો ટાંક નવ આલું, શ્યાને કાજે એવું બોલો છો કાલું.
વાટમાં આવીને રોકો માં વહેતા, વાર ઘણી થાય છે મુને સેહેતાં.
વુઢા જાઓ તમે પાધરા વાટે, મોહન બાઝો માં મહીનેરે માટે.
બ્રહ્માનંદ કહે સમજાવું છું વાતે, મહીડું પાશું ઘરે આવજો રાતે.

મૂળ પદ

મેલો મેલો મારગડો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી