વુઢો જાય છે સૈયરનો રંગ રે લાલ, કહ્યું માનોને તમે કાનજી રે ૩/૪

વુઢો જાય છે સૈયરનો રંગ રે લાલ, કહ્યું માનોને તમે કાનજી રે. ટેક.
નારીપરાઇ તમે સેહેલી જાણો માં, આવી ચુંદડી તાણો માં નવરંગ રે. લા૦ ૧
આડા આવો છો તમે ગાંડા ગાયડના, પેહેરી આભુષણ અંગ રે. લા૦ ર
નેણું વેણુંમાં રીતિ બીજી દેખાય છે, નથી જણાતો એકો ઢંગ રે. લા૦ ૩
બ્રહ્માનંદના વહાલા જો જો વિચારી, જો���ે કર્યે થાશે રંગ ભંગ. લા૦ ૪

મૂળ પદ

માથે લાગે છે મહીડાનો ભાર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી