માડી જાવા દે કાનુડાને કેડે, એના મોહીછું મોલીડાને છેડે રે ૪/૫

માડી જાવા દે કાનડાને કેડે, એના મોહીછું મોલીડાને છેડે રે. મા૦ ૧
જે દહાડેથી થઇ મુંને ઝાંખડલી, લીધી અવર પુરુષની આખડલી રે. મા૦ ર
નથી ગમતું ધન ને ધામડલું, મારે હાથ ન લાગે ઘર કામડલું રે. મા૦ ૩
સંસારથી મન મારુંફરીયું, એનું રૂપડલું તે હૃદયામાં ધરીયું રે. મા૦ ૪
બ્રહ્માનંદ કહે કોઇથી નથી ડરતી, એને વાંસે વાંસે તે હું ફરતી રે. મા૦ પ

મૂળ પદ

મારે સગપણ નટવરજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી