માથે મોતીડાંનો મોડ, કલંગી કેવડા ૨/૪

માથે મોતીડાંનો મોડ, કલંગી કેવડા ;
બાંધ્યા નૌતમ બાજુબંધ, કનક કેરાં કડાં.
કર રાજત વીંટી વેઢ, અંગુઠી ઉછીઆ ;
નંગ હીરા લાલ જડાવ, પ્રીતમજીને પુછીઆ.
મહા રતન તણી વરમાળ, સુંદર ગળે શોભતી ;
નિરખે રાધા નંદકુમાર, રસિક ચિત્ત લોભતી.
પેહેર્યો પ્રેમે પ્રાણઆધાર રે, જામો જરકસી ;
એછબી બ્રહ્મમુનિને ઉર વીચ, અખંડ આવી વસી.

મૂળ પદ

શોભે નવલ બંનો ઘનશ્યામ

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી