Logo image

મીઠાબોલાને વેર નથી થાતુંજી

મીઠાબોલાને વેર નથી થાતુંજી,
શાંતિથી જીવન રહે છે જીવાતુંજી;
                    કરો આનંદથી વાલાજીની વાતુજી,
                    જો જો મનધારી ન કરશો પંચાતુંજી...ટેક.
પંચાતું પડી મૂકો પ્રેમથી, નેહથી રહો નિયમમાં;
           છૂટા મૂકો મા એ શત્રુને, છે સુખ સદા સંયમમાં...૧
બોલ્યામાં બહુ બહુ બગડયું, હજી બગડશે અપાર;
           ચેતી જાઓ સહુ સત્વરે, બ્રેક મારી દ્યોને ઠાર...૨
ક્યાં જાઉં છે કટુ બોલીને, છોડો કર્તાપણાનો રાગ;
           તમારો કરાવ્યો નથી થવાનો, એમ અધર્મનો ત્યાગ...૩
અંતરે વસે છે અલબેલો, સમજાવે છે તે સહુને;
           જાણ્યા વિના આવું અંતરે, ખોટું બળ રહે છે બહુને...૪
હું પળાવું હું મુકાવું, હું સુધારી નાખું સંસારને;
           કર્તા જાણ્યા વિના કૃષ્ણને, અતિ ધારે અહંકારને...૫
સ્વામી ધારો સદા શ્રીજીને, દાસ રહીને મીઠડું બોલો;
            એટલું કેમ નથી વિચારતા, મારો નાથ છે મીઠાબોલો...૬
દાસ બની બધી આશ તજી, સરવેમાં શ્રીજી ધારજો;
           જ્ઞાનજીવન હૈયે ધારી હરિ, મીઠાં વેણ ઉચ્ચારજો...૭

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૧/૦૪/૧૯૯૮, હિંમતનગર, બપોરે

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026