રૂડા લાગો છો નટવર નાતા રે, પ્રીતમજી પ્યારા ૭/૮

રૂડા લાગો છો નટવર નાતા રે, પ્રીતમજી પ્યારા ;
ગેરે રાગે મધુર સૂર ગાતા રે, શોભો છો સારા.
ચલકે છે સુંદર જલમાંહી છાતી જોતાં આંખડલી નથી ધ્રાતી રે. પ્રી૦ ૧
કોડે કોડે રે કર લટકાં કરો છો, તેણે હૈડાની ધીરજ હરો છો રે. પ્રી૦ ર
જલક્રીડા મોહન તારી જોઇને રહે છે ઈંદ્રાદિક સુર મોહીને રે. પ્રી૦ ૩
બ્રહ્માનંદનો નાથ વિહારી, તારી આ છબી અંતર ધારી રે. પ્રી૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી