મા જમુનાને આરે ઉભો છેલ છબીલો, મુને જવા દે ભરવા પાણી રે ૧/૪

મા જમુનાને આરે ઉભો છેલ છબીલો, મુને જાવા દે ભરવા પાણી રે. મા૦ ૧
મધુરે મધુરે સૂર મોરલી વજાડે, તેણે લીધું છે મનડું મારૂં તાણી રે. મા૦ ર
નંદનો કુંવર નિરખ્યા જેવો, એને હેમ કડા બેઉ હાથે રે. મા૦ ૩
કોડે કોડે રે છેલો ખેલ કરે છે, સરવે ગોવાળા સાથે રે. મા૦ ૪
મનમાં આવે તેમ કહેજો મુજને, મારી લગની એ સાથે લાગી રે. મા૦ પ
કામ નથી મારે બીજા કોઇનું, લોકલજ્યા મેં તો ત્યાગી રે. મા૦ ૬
માથા સાટાની જોને વાત થઇ, મારા જીવ સંગાથે આવી જડીયો રે. મા૦ ૭
બ્રહ્માનંદ કહે મારા દિલમાં અલોકિક, ચટકી સહિત રંગ ચઢીયો રે. મા૦ ૮

મૂળ પદ

મા જમુનાને આરે ઉભો છેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી