મારા લેરખડા નંદલાલ, છેલા ! રટના લાગી તારા રૂપની ૩/૪

મારા લેરખડા નંદલાલ, છેલા ! રટના લાગી તારા રૂપની ;
ભાળી તિલક મનોહર ભાલ, છેલા ! અંતર પ્રીતિ ઉપની. ટેક.
ફાવે હૈડાને ઉપર ફૂટડી, મુંઘાં મોતીડાંની માળ. છે૦ ૧
રંગભીના રસીલા રાજવી, મારા ભમર પિયા ભુપાળ. છે૦ ર
છુટા પેચ પાઘલડીના સાયબા, તેની શોભા કહી નવ જાય. છે૦ ૩
મોતીડાનો ઝુડો રૂડોમાવજી, મારે આવી વસ્યો મનમાંય. છે૦ ૪
બલવંત નેણું કેરા બાણથી, મારું તનડું વેંઘ્યું તેં કીક. છે૦ પ
બ્રહ્માનંદના વહાલા તારી મૂરતિ, આવી ઠેરી આંખડલીમાં ઠીક. છે૦ ૬

મૂળ પદ

કોડીલા નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી