છેલા ! ડોલરિયા દીવાન, પ્યારા નેડો લાગ્યો તારા નેણમાં ૪/૪

છેલા ! ડોલરિયા દીવાન, પ્યારા નેડો લાગ્યો તારા નેણમાં ;     
મારા પ્રીતમ જીવનપ્રાણ, પ્યારા રસિક વેંધાણી વેણમાં.    ટેક.
રૂડી શોભે અતિ રળીઆમણી, તારી આંખડલીમાં રેખ.      પ્યા૦ ૧
તારી એ રેખલડીને કારણે, ફરે શંકર પેહેરી ભેખ.  પ્યા૦ ર
મોંઘા મૂલે છેલા ! તારે મોલીયે, ભાળી નવલ સોનેરી મેં ભાત.     પ્યા૦ ૩
તારા એ રે મોલીડાનું અંતરે, ધરે ધ્યાન મુનિ દિન-રાત.  પ્યા૦ ૪
ગેરા ફૂલડાંની હારની ફોરમાં ઘૂમે ભમર થયા ગુલતાન.   પ્યા૦ પ
બ્રહ્માનંદના રંગીલા વહાલમા, કેસરના ભીના કાન.       પ્યા૦ ૬ 

મૂળ પદ

કોડીલા નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી