મીઠાબોલા રે મોરારી, છબી તારી લાગે છે અતિ પ્યારી ૪/૪

મીઠાબોલા રે મોરારી, છબી તારી લાગે છે અતિ પ્યારી.
તમ પર વારી રે અલબેલા, સાચા પ્રાણસનેહી છેલા.
જોયુ મેં તો છોગું રે હરિ તારું, લાગે મુને બીજું સરવ નઠારું.
માથે મોલીડું રે હરિ ધર્યું, ભૂધર નૌતમ ફૂલડે ભર્યું.
બ્રહ્માનંદના રે રંગ લેરી, ગિરધર વેણ વજાડો ગેરી.

મૂળ પદ

વેણ વજાડો રે હરી લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી