આવો અલવિલા અલબેલ, મંદિરિયે મારે ૧/૪

 

આવો અલવિલા અલબેલ, મંદિરિયે મારે ;
વારી રૂપાળા રંગ રેલ, મોહી લટકે તારે.
વહાલી લાગે પ્યારા નૌતમ વાતું, તારૂં રૂપ મેલ્યું નથી જાતું રે. મં૦ ૧
હેમ કડામાં જડીયલ હીરા, પહેરી ચાલો છેલા ધીરા ધીરા રે. મં૦ ર
મોલીડાની શોભા જાયે નહીં વરણી, ઓપે સાવ સોનેરી ઉપરણી રે. મં૦ ૩
બ્રહ્માનંદ કહે રંગભર રમવા, ઝાઝું મહી માંખણ ધૃત જમવા રે. મં૦ ૪

મૂળ પદ

આવો અલવિલા અલબેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી