મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો કરાવો ધ્યાનનો અભ્યાસ, ૧/૧

મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો, કરાવો ધ્યાનનો અભ્યાસ,
કયાંથી મળે આવો ધ્યાનનો અભ્યાસ...ટેક
આવી મૂર્તિ રાખતા મનમાં, થઇ જાય પાપ બધા નાશ,
મૂર્તિ ચિંતવતા સુખ બહુ મળે, મળે તુરત અવિનાશ...કયાંથી૦ ૧
ધ્યાનનો મહિમા દિલમાં ધારો ને, ધ્યાન ધરો દિન-રાત,
અખંડવૃત્તિ સહુ રાખો પ્રભુમાં, મળે પ્રભુ સાક્ષાત્...કયાંથી૦ ૨
ધ્યાન ધર્યા વિના કારણ શરીર, કયારેય ન થાય નાશ,
ધ્યાન ધર્યાનું સહુએ કહ્યું છે, કરોમાં વચન વિનાશ...કયાંથી૦ ૩
અખંડવૃત્તિ રાખવા માટે, મૂર્તિમાં કરજો પ્યાર,
પ્રેમ કરવા ‘જ્ઞાન' મહિમા સમજો, થાશે ભજન એકતાર...કયાંથી ૦ ૪

મૂળ પદ

મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો

મળતા રાગ

ભજન કરે ને ભજન કરાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી