ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે, ખાંતીલે માંડયો સુંદર ખેલ રે ૧/૪

ચાલો સૈયોં જાયે જમુના કાંઠડે રે, ખાંતીલે માંડ્યો સુંદર ખેલ રે ;મોહનને જોવાને જાયે મલપતાં રે, પાણીડાંની માથે લૈને હેલ રે.   ચા૦ ૧
બાજુને કાજુ રે બાંહે બાંધીયા રે, હીંડલતો ને પેર્યો હૈડે હાર રે.હસીને કરે છે લટકાં હાથનાં રે, લટકાળો નંદ તણો કુમાર રે.     ચા૦ ર
છેલનાં મોતીડાં કેરા છોગલાં રે, પ્યારી તે રંગીલી રૂડી પાગ રે.મીઠીને વજાડે કાનો મોરલી રે, સુણીને પિયાળે ડોલે નાગ રે.      ચા૦ ૩
રસની જાણે રે સર્વે રીતડી રે, વહાલો મારો ચતુરસુજાણ રે ;બ્રહ્માનંદ જાયે રે એને વારણે રે, વ્રજની નારીનો જીવન પ્રાણ રે.   ચા૦ ૪ 

મૂળ પદ

ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી