જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે, સર્વે ગોવાલીડાને સાથ રે ૩/૪

જમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે, સર્વે ગોવાલીડાને સાથ રે ;છોળ્યુંને ઉછાળે વાલો નીરની રે, હીલોળાવે જળમાં બેઉ હાથ રે.   જ૦ ૧
આસપાસ સખા કેરી મંડળી રે, ગેરે ને મધુરે સ્વરે ગાય રે ;હેલડલી ઉપાડી ચાલો પાણીએ રે, રસીયો જોવાને જાદવરાય રે.   જ૦ ર
દેખતાં દેખતાં મારે ડૂબકી રે, સખા સરવે ઝીલે ચારે કોર રે ;ઝીણીઝીણી બુંદ પડે છે મેઘની રે, મોહનને જોઇ નાચે બોલે મોર રે.       જ૦ ૩
જલની લીલા રે છેલા કાનની રે, જેણે દીઠી તેના મોટાં ભાગ્ય રે ;શોભા રૂડી બ્રહ્માનંદના શ્યામનીરે, રાતદિવસ હૈડામાં રાખ્યા લાગરે.  જ૦ ૪ 

 

મૂળ પદ

ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી