કોડીલો ઝીલે રે છેલો કાનજી રે, નિર્મળ રૂડાં જમુના કેરાં નીર રે ૪/૪

કોડીલો ઝીલે રે છેલો કાનજી રે, નિર્મળ રૂડાં જમુના કેરાં નીર રે ;      
નિર્મલ ખેલે પાસ સખાની મંડળી રે, નિર્મળ નેણે હરે છે બળવીરરે.        કો૦ ૧
કાંઠેને ઉભી રે વ્રજની કામિની રે, ગાવે છે મધુરે સાદે ગીત રે ;  
હાથે તે ઉછાળે પાણી હેતમાં રે, પ્રેમી જનને વાઘે જોઇ જોઇ પ્રીતરે.         કો૦ ર
ઈંદ્રાદિક જોવાને કાજે આવીયા રે, છાઇ રહ્યાં આકાશે વિમાન રે ; 
ઉત્સાહ કરીને ગાવે અપછરારે, શંકર જોવા આવ્યા મેલીને ધ્યાન રે.       કો૦૩
શોભે છે ગોઠીડા કેરા સાથમાં રે, તારાના મંડળમાં જાણું ચંદ રે ; 
જળની લીલા જોઇને જાદવરાયની રે, બલિહારી જાય છે બ્રહ્માનંદરે.       કો૦ ૪

મૂળ પદ

ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી