મનની તે આંટી મેલીયે, મરમાળાજી ૩/૪

મનની તે આંટી મેલીયે, મરમાળાજી ;
ખાંતે એકાંત ખેલીયે, મરમાળાજી. ટેક.
મેં સેજ બીછાઇ સજ કરી, મ૦ આવો તો આરત છે ખરી. મ૦ ૧
શણગાર સજ્યા તમ કારણે, મ૦ વહાલમ આવો જાઉં વારણે. મ૦ ર
રમીયે તે રંગભર રાતડી, મ૦ વળી રસની કરીએ વાતડી. મ૦ ૩
આલિંગન ચુંબન લીજીએ, મ૦ કરી પ્રેમ અધરરસ પીજીયે. મ૦ ૪
બ્રહ્માનંદની અરજી સાંભળો, મ૦ આવીને એકાંતેમળો. મ૦ પ

મૂળ પદ

રંગભીના રંગની રેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
0