હેલી હેમ કડા બે હાથ, સલૂણો શ્યામળો રે ૬/૮

હેલી હેમ કડા બે હાથ, સલૂણો શ્યામળો રે ;
રમે ગ્વાલીડાને સાથ, એનો જોને આમળો રે. ટેક.
વળી છોગલાં મેલી શીશ, સ૦ ચડે રમતાં જમતાં રીસ. એ૦ ૧
કરે વાંક વિના વઢવેડ, સ૦ જાઇએ બહાર તો દોડે કેડ. એ૦ ર
કરવા દે નહીં ઘરના કામ, સ૦ હેરે હેરણાં આઠો જામ. એ૦ ૩
ન્હાયે જમુના ખેલે ખેલ, સ૦ જળ પૂરમાં ઠેલાઠેલ. એ૦ ૪
બ્રહ્માનંદ કહે જો એની રીત, સ૦ કરે જોર જોરાયે પ્રીત. એ૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી