આવ સખી ! એકાંતે કહું, તુંને વહાલાની વાતું બેની ૨/૪

 

આવ સખી ! એકાંતે કહું, તુંને વહાલાની વાતું બેની ;
પાડોશણશું પ્રીત કરી, તે નથી ખમાતું બેની.
દહાડી તેનો મંદિરીઆમાં, અણતેડયો આવે બેની ;
એનું મુખડું ભાળી ભાળી, તાળી દેઇ ગાવે બેની.
જેવે તેવે મન નવ માને, રંગ નવલે રાચે બેની ;
એને આગે આંટી મેલી, નચવે તો નાચે બેની.
બીજાના તો મેવા મીસરી, મીઠાં નવ લાગે બેની ;
એને આગે ઓશિયાળા થઇ, મહી માંખણ માગે બેની.
કંઇ પેરના કાનકુંવરને, કામણિયાં કીધા બેની ;
એ આગે તો એમ વરતે, જાણે વેચાતા લીધા બેની.
એના ઘરની સરવે ચિન્તા, ઉપાડી માથે બેની ;
બીજા શું તોઅવળા વરતે, સુધા એ સાથે બેની.
એને આગે ડરતા ડરતા, છોગાળો ચાલે બેની ;
એને ઘેર એકાંતે જઇને, મનગમતું મ્હાલે બેની.
વાલોજી એને મન વસીયા, એને એ પ્યારી બેની ;
બ્રહ્માનંદનો વાલો વશ કીધા, ધન્ય તે વ્રજનારી બેની. 

મૂળ પદ

સાચું બોલો શ્યામ સલૂણા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી