આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની ૪/૪

આજ સખી ! અલબેલો મુજને, મારગમાં મળિયા સજની;
	મહેર કરી મુજ ઉપર વહાલો, અઢળક ઢળિયા સજની...૧
હેત ઘણે હૈડામાં ભીડી, આલિંગન લીધું સજની;
	જે જે મારા મનનું ગમતું, તે સરવે કીધું સજની...૨
અચરજ સરખો આનંદ મારા ઉરમાં ન માયો સજની;
	આમા સામો પ્રેમ મધુર રસ, પીધો ને પાયો સજની...૩
પ્રેમ સહીત નિરખીને વહાલે, લીધી હાથ તાલી સજની;
	તેણે મારા મનમાં હું તો, થઈ છું મતવાલી સજની...૪
હું તો વહાલાને કંઠે વળગી, મરજાદા મેલી સજની;
	શામળિયાને સંગે થઈ છે, આંનદની એલી સજની...૫
સર્વ મળીને જાતી હતી, સૈયરની ટોળી સજની;
	તેમાંથી મુજને કર ઝાલી, રંગડામાં રોળી સજની...૬
વહાલાના મુખડાની વાતુ, વર્ણવી નવ જાયે સજની;
	જેવું છે તેવું સમજીને, જાણી રહેવાયે સજની...૭
મોહનજીને મળતાં આનંદ, વધ્યો છે અંગે સજની;
	બ્રહ્માનંદ મહાસુખ પામી, શામળિયા સંગે સજની...૮
 

મૂળ પદ

સાચું બોલો શ્યામ સલૂણા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સુનોજી ગિરધારી
Studio
Audio
0
0