આપજો સુખ આપજો ફરીવાર આપજો,હૈયા સંગાથે અમને ચાંપજો, ૨/૨

આપજો સુખ આપજો ફરીવાર આપજો, હૈયા સંગાથે અમને ચાંપજો, 
સમર્થ છો આપ તો, માયા દુઃખ કાપજો, વેલેરા પાછા ઘેર આવજો... ટેક.
તમ વિના વાલા નહિ ગોઠે અમને, કેમ ભુલી શકીએ પીયું હવે તમને, 
હવે સુનું સુનું લાગશે અમને...પીયુડા... હૈયા૦ ૧
દિવ્ય અલૌક્કિ આનંદ તમારો, કયાંથી અમઘેર પ્રભુજી પધારો, 
આ તો લાગી ગયો નંબર અમારો...પીયુડા... હૈયા૦ ૨
સુખ સુખ સુખ વ્હાલા બહુ દીધું, પ્રભુ મનગમતું મારૂ તમે કીધું, 
કોણ જાણે ભાગ્ય કેમ થયું સીધું...પીયુડા... હૈયા૦ ૩
જ્ઞાનજીવન આતો કૃપા છે તમારી, તમે વધારી છે આબરૂ અમારી, 
તારી દયાની શું કહું બલિહારી...પીયુડા... હૈયા૦ ૪ 

મૂળ પદ

આવજો વાલા આવજો, ફરી પાછા આવજો

મળતા રાગ

ખેંચુ તારા ગાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0