ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ મને રાખજો નાથ સદા તારી કરી ૧/૧

ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ, 
મને રાખજો નાથ સદા તારી કરી... ટેક
હું તો આવી છું નાથ તારે બારણીયે આજ, 
તારે માટે જીવું છું મારા પ્યારા મહારાજ, 
મારા નાથ સદા સાથ રે'જો હરિ... મને૦૧
ફરી દેશે વિદેશે હું થાકી વાલા, 
તારે ચરણે પડી કરુ કાલાવાલા, 
એક તમે જ હૈયામાં બેઠા ઠરી... મને૦૨
મને વાલું છે ગઢડું ને ગોપીનાથ, 
આપી હેતે મેં હાથ જડ્યા હૈયા સંગાથ, 
જ્ઞાનજીવનના ભાગ્ય ખૂલ્યા દર્શન કરી... મને૦૩ 

મૂળ પદ

ગોપીનાથ વાલા હાથ ઝાલો હરિ

મળતા રાગ

વાલા કરું વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી