મુને રસબસ કીધી, રસ રંગે રે, રસિયા રંગીલા ૨/૮

મુને રસબસ કીધી રસ રંગે રે, રસિયા રંગીલા ;
મારું ચિત્તડું ડોલે તમ સંગે રે, રસિયા રંગીલા. ટેક.
હું તો ઘરનો ધંધો ભૂલી રે, ર૦ જોઇ ફરું છું નિશદિન ફૂલી રે. ર૦ ૧
બેઠું મારે તમારું આવી બ્હાનું રે, ર૦ હવે કેમ કરી રાખું છાનું રે. ર૦ ર
મેં તો મેહેણું તમારું લીધું માથે રે, ર૦ એક સગપણ કીધું તમ સાથે રે. ર૦ ૩
મારે તમથી જોઇને સાજું રે, ર૦ શાને લોકડીયાંથી લાજું રે. ર૦ ૪
વળી હસી હસી વહાલ વધારો રે, ર૦ બ્રહ્માનંદનો જનમ સુધારો રે. ર૦ પ

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0