ઘેલાને કાઠે રૂડુ ગઢપુર ધામ તિયા બિરાજે વાલો ગોપીનાથ નામ ૧/૧

ઘેલાને કાંઠે રૂડુ ગઢપુર ધામ, 
તિયા બિરાજે વાલો ગોપીનાથ નામ, 
બેઠા છે ડાબે ભાગે માતા રાધાનામ, 
હાથ જોડીને નમે દુનિયા તમામ... ટેક.
કોડિલો કાન વાલો શામળો રૂપાળો, 
નટખટ નાથ હરિ અતિ મરમાળો, 
વેણું વગાડી વાલો જપે ગોપીનામ... હાથ૦ ૧
ગઢડામાં પ્રેમ પાયો ગોપીનાથ રૂપે, 
સર્વોપરિ હરિ બેઠા શામળા સ્વરૂપે, 
ખેંચાણો સર્વે સંપ્રદાય એહ ઠામ... હાથ૦ ૨
જ્ઞાનજીવન કહે મને વાલા ગોપીનાથ, 
નાનપણથી વિનવતો જોડી એને હાથ, 
એને પ્રતાપે છૂટ્યો સંસાર તમામ... હાથ૦ ૩ 

મૂળ પદ

ઘેલાને કાંઠે રૂડુ ગઢપુર ધામ

મળતા રાગ

મનનો મોરલિયો રટે તારું નામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી