મનમોહન મારે મંદિરિયે, ખાંતે આવીને ખેલો રે ૪/૪

મનમોહન મારે મંદિરિયે, ખાંતે આવીને ખેલો રે ;
બાંધો બાજુ કાજુ ગજરા રે પેહેરો, માથે તે છોગલાં મેલો રે.
વિધવિધના હું તો પાક કરાવી, જુગતીથી તમને જમાડું રે ;
હૈડાં ઉપર લેઇને હરિવર, રૂડી તે રીતે રમાડું રે.
મૂર્તિ તમારી શ્યામ મનોહર, નિરખી ઠરે મારાં નેણાં રે ;
મનમોહન લાગે અતિ મીઠાં, વહાલા, તમારાં વેણાં રે.
મુજ ઉપર અલબેલા રે, વહાલા, બેઠું તમારું બા'નું રે.
સરવે લોકમાં સહુ કોઇ જાણે, કેમ કરી રાખું છાનું રે.
અંતર આશ ઘણી છે તે વહાલા, આવીને સુખ આપો રે.
બ્રહ્માનંદના શ્યામ સોહાગી, પોતાની કરી થાપો રે.

મૂળ પદ

ચાલ સખી જોવાને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0