આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા ૧/૮

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા...ટેક.
મહી વલોવા મંદિરિયું જોવા, ગાવલડી દોહવા કાજ;
	ઘરના માણસ ઘેર નથી કોઈ, આપણ બેનું રાજ...આવો૦ ૧
ભાવથી ઝાઝાં ભોજન આપીશ, તાજાં તર્ત તૈયાર;
	પીશો તેટલું ગોરસ પાશું, કરી કરી મનવાર...આવો૦ ૨
પલંગ ઉપર પોઢજો પ્યારા, પ્રેમે ચાંપીશ પાય;
	એક પગ ભર ઊભી ઊભી, વીંજણે ઢોળીશ વાય...આવો૦ ૩
કહેશો તે વિચાર કરી કરશું, રહેશો તો રાખશું રાત;
	બ્રહ્માનંદ કહે આપણ કરશું, બાળપણાની વાત...આવો૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
ફિલ્મી ઢાળ
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0