મારે ઘરે આવજો માવા, મીઠી મીઠી મોરલી વાવા ૩/૮

મારે ઘરે આવજો માવા, મીઠી મીઠી મોરલી વાવા...ટેક.
આવજો માવા મોરલી વાવા, ચાવા આવા સેણ;
	હેત કરી કરી મનડું હરવા, પાવન કરવા નેણ...મારે૦ ૧
આગળ મારે ઊભા રહીને, કરજો લટકાં કહાન;
	વાલમ આપણ તાળી વજાડી, તોડશું ભેળી તાન...મારે૦ ૨
મારા સમ જો આવજો મોહન, પ્રીતમ મારે પાસ;
	જોડાજોડે બાંહ્યડી ઝાલી, રમશું આપણ રાસ...મારે૦ ૩
આળસ મેલીને આવજો જોજો, મનમાં ધરતા બીક;
	બ્રહ્માનંદ કહે રજની સારી, રમશું ઠીકાઠીક...મારે૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

મારે ઘેર આવજો માવા(૦૬-૧૫) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
0
0