આનંદ-ઓચ્છો થાય છે રે, નંદતણે દરબાર ૩/૪

 આનંદ-ઓચ્છો થાય છે રે, નંદતણે દરબાર ;

મળી મંગળ ગાય છે રે, હરખભર્યાં નરનાર. આ૦ ૧
ટોડે તોરણ બાંધીયાં રે, આઠમ ઉત્સવ પ્રીત ;
રૂડાં ખાંતેસું રાંધીયાં રે, ભોજનીયાં બહુ રીત. આ૦ ર
સરવે તેડાવ્યા જમાડવા રે, ગોઠીડા ગોવિંદ ;
રૂડી ભાત રમાડવા રે, સુખ દેવા વ્રજચંદ. આ૦ ૩
લઇ મોતૈયા સુંદર હાથડે રે, પીરસે પ્રીતમ આપ ;
મેલી ગોવાળાને માથડે રે, ચરણકમલની છાપ. આ૦ ૪
મારે જમતાં જમતાં લાડવા રે, અંગ ઘણો ઉછાવ ;
લઇ દુધ-દહીંના ઘાડવા રે, માથે ઢોળે માવ. આ૦ પ
ઘેલા થઇને ગોવાળીયા રે, ખૂબ જમ્યા કરી ખેલ ;
બ્રહ્માનંદ થયા મતવાલિયા રે, જોઇ વહાલો રંગરેલ. આ૦ ૬

 

મૂળ પદ

સજ્યા શણગાર શોભતા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી