આવો આવોને સુંદર શ્યામ, કે રંગભર સેજડીયે  રમીયે રે ૧/૪

 

ઓરા આવો આવોને સુંદર શ્યામ, કે રંગભર સેજડીયે રમીયે ;
કે પુરો મારાં હૈડાં કેરી હામ, કે જમાડુ ભાવ કરી જમીયે રે.
કે છબીલા આવોને ચાલી, કે પગલાં પ્રેમતણાં ભરતા રે ;
કે માથેછોગલિયાં ઘાલી, કે હૈડે ભાવ ઘણો ધરતા રે.
કે તમને દેખીને પ્યારા, કે ટાઢું અંતરમાં થાય છે રે ;
કે મોહનજી ! જીવન છો મારા, કે મળ્યાથી દુઃખ મારું જાય છે રે.
કે મળવા હીસે છે મનડું, કે આપોને નૌતમ સુખ આવી રે ;
કે તાપે દાઝે છે તનડું, કે ઠારી બાંહી ગ્રહી બોલાવી રે.
કે સમારી છે સેજડલી સારી, કે આવીને અલબેલા માંણો રે ;
કે અંતરમાં આશા છે ભારી, કે જીવન પોતાની જાણો રે.
કે કરુણાના સાગર કહાવો રે, કે ભાવે મુજ સામુ ભાળો રે ;
કે બ્રહ્માનંદ કહે વેહેલા આવો રે, કે રેલું રંગડાની વાળો રે.

મૂળ પદ

આવો આવોને સુંદર શ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી