હે મનવા બેઠો રે શાતિથી શ્રી ઘનશ્યામમા, ૧/૧

 હે મનવા બેઠો રહે...
હે મનવા બેઠો રે શાંતિથી શ્રી ઘનશ્યામમાં,
પડીશમાં ખેંચાઇને લોભથી ક્રોધ ને કામમાં...          ટેક
મેલી પંચવિષય પ્રેમે હરિમાં રહે,
એમાં નથી સુખ કંઇ પ્રેમે હરિમાં રહે;
જગતના, માન નહિ આવે જો તારા કામમાં,
બેસીને મૂર્તિરૂપી માળે રહે આરામમાં ...                 હે મનવા૦ ૧
સાચુ મોંઘેરુ સુખ માત્ર મૂર્તિમાં છે,
મહા અલૌકિક સુખ માત્ર મૂર્તિમાં છે;
મેલીને, મૂર્તિનું આ સુખ રખડમાં ગામમાં,
જગતના મેલીને આ દુઃખ પહોંચી જા ધામમાં...       હે મનવા૦ ૨
જ્ઞાનજીવનના મન રહે મૂર્તિમાં તું,
મારું મૂર્તિ જીવન રહે મૂર્તિમાં તું;
આંખડલી, રાખ્ય હરિના રૂપે જીભલડી નામમાં,
વૃત્તિઓ રાખીને હરિરૂપે ડૂબી જા શ્યામમાં...             હે મનવા૦ ૩

મૂળ પદ

હે મનવા બેઠો રે શાંતિથી શ્રી ઘનશ્યામમાં,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0