મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ પ્રાણથી પ્યારા મારા નાથ, ૧/૧

મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ, પ્રાણથી પ્યારા મારા નાથ,
ચાંપો વાલા મને હૈયા સાથ,
ગઢડામાં વસ્યા તમે સદા સુખકારી, ઝાલી લીધો છે મારો હાથ,
રાજી થયા વાલા મુજ માથ...ટેક.
કયુર્ં ગઢડુ અક્ષરધામ, તમે કર્યો સદા વિશ્રામ,
તમે પ્યારા પૂરણકામ, મારા આત્માના આરામ...મૂર્તિ૦૧
તારી શ્યામળી મૂર્તિ પ્યારી, છે જીવનદોરી મારી,
તેં તો દીધી મુજને તારી, લીધી માયાથી ઉગારી...મૂર્તિ૦૨
હે જ્ઞાનસખીના સ્વામી, મારે હૈયે બેઠા જામી,
રાધા વાલી માધા તને, એવી રાખજે વાલી મને...મૂર્તિ૦૩

મૂળ પદ

મૂર્તિ રૂપાળી તારી હે ગોપીનાથ

મળતા રાગ

હરિકૃષ્ણ હરિકૃષ્ણ ઓ હરિકૃષ્ણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી