આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે ૧/૪

આજ સખી મુને સપનું લાધ્યું, અવિનાશી ઘેર આવ્યા રે;
	ભૂધરજીને ભાવ કરીને, મંદિરમાં પધરાવ્યા રે	...આજ૦ ૧
જરકસી પાઘે જરકસી વાઘે, અત્તરમાં રસબસતા રે;
	આવીને ઊભા મારી આગે, હરિવર સુંદર હસતા રે	...આજ૦ ૨
રમઝમ કરતા મનડું હરતા, સુંદર મોરલી હાથે રે;
	લલિત નવીન કલંગી લટકે, મેલ્યાં છોગાં માથે રે	...આજ૦ ૩
મૂર્તિ નવલ મનોહર મીઠી, મીઠી મુખની વાણી રે;
	સુંદરવરની સુંદર શોભા, જોઈને હું લોભાણી રે	...આજ૦ ૪
મોહનજીને મળતાં હું તો, અતિશે આનંદ પામી રે;
	આવી વહાલો અઢળક ઢળિયા, બ્રહ્માનંદનો સ્વામી રે...આજ૦ ૫
 

મૂળ પદ

આજ સખી મુને સપનું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400


હે રસિયા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio
2
0