આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે ૨/૪

આજ સખી આનંદ મારા અંગમાં, રસિયો રંગભર રમિયા રે;
	અળવિલો અલબેલો વહાલો, ગિરિધર મનડે ગમિયા રે	...આજ૦ ૧
કોણ જાણે જે શાં તપ કીધાં, ભૂધરને મન ભાવી રે;
	જગજીવન પોતાની જાણી, બાંહ્ય ગ્રહી બોલાવી રે		...આજ૦ ૨
માન દઈ સુંદરવર મુજને, કહાન સોહાગણ કીધી રે;
	ભાવ કરી હૈડામાં ભીડી, બીડી મુખમાં દીધી રે		...આજ૦ ૩
ગુણવંતે સુંદર ગિરિધારી, અવગુણિયા વીસાર્યા રે;
	મતવાલો મારે મંદિરીએ, પ્રીત સહિત પધાર્યા રે		...આજ૦ ૪
રંગભીનો મનમોહન રમિયો, સેજલડી મુજ સાથે રે;
	સજની મારો જનમ સુધાર્યો, બ્રહ્માનંદને નાથે રે		...આજ૦ ૫
 

મૂળ પદ

આજ સખી મુને સપનું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
કેદારો
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
થયું સવાર
Studio
Audio
0
0