આવોને અલબેલા વહાલા રંગભર ભેળા રહીએ રે ૩/૪

આવોને અલબેલા વહાલા, રંગભર ભેળા રહીએ રે;
	મળ્યાનો નટવર મોહનજી, લાભ અલૌકિક લઈએ રે	...આવો૦ ૧
મનમાં કોડ ઘણા છે મુને, મળવા તમને માવા રે;
	મહેર કરી મારે મંદિર આવો, પ્રેમ અધરરસ પાવા રે	...આવો૦ ૨
છબી તમારી છેલ છબીલા, લાગે મુજને પ્યારી રે;
	ઓરા આવો રમીએ આપણ, ગુણવંતા ગિરિધારી રે	...આવો૦ ૩
તમ સારુ સહિયાં ત્રિકમજી, લોકડિયાનાં મહેણાં રે;
	સેજડિયે આવી સુંદરવર, તૃપ્ત કરો મારાં નેણાં રે	...આવો૦ ૪
ઝાઝું શું કહી દાખું જીવન, પ્રાણ થકી છો પ્યારા રે;
	બ્રહ્માનંદના શ્યામ સનેહી, નટવર રહો મા ન્યારા રે	...આવો૦ ૫
 

મૂળ પદ

આજ સખી મુને સપનું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
17
6