અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન ૩/૧૨

 અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન ;      

ચાલતે કાના, લડથડો રે, આંખડલીમાં નિદ્રાનું ઘેન.   અં૦૧
જાણે તેને આગળે રે, ઝાઝાં નવ કરીયેં કાંઇ ફેલ ;      
વાંસળી વીસારીને રે, વેલણ કયાંથી લાવ્યા છેલ.        અં૦ર
ખોટા સમ ખાતાં રે, વહાલા લાજો નહીં લગાર ;         
પડી મેલી પાંભડી રે, પટોળી લાવ્યા નંદકુમાર.           અં૦૩
મનમાં માવજી રે, જાણી સરવે તમારી વાત ; 
બોલોને હવે પાધરું રે, રમી આવ્યા કેને સંગ રાત.       અં૦૪
થયું તેમ ઠાવકું રે, કહોને કૂડાબોલા કાન ;    
વહાલા બ્રહ્માનંદના રે, તમને લાગ્યું તેનું ધ્યાન.          અં૦પ
 

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી