ચાલો રે ચાલો દર્શને ચાલો ગઢડા તીર્થ મહાન છે. ૧/૧

ચાલો રે ચાલો દર્શને ચાલો, ગઢડા તીર્થ મહાન છે... ટેક.
રાધા સાથે ગોપીનાથ, જોઇ મન લોભે, હરિકૃષ્ણ હરિમાં, ડૂબી રે જાશો.... ગઢડા૦ ૧
રેવતી-બળદેવ-કૃષ્ણ, શોભે સૂર્ય સાથમાં, ધર્મ-ભકિત-વાસુદેવ, ભાવે રે જોશો.... ગઢડા૦ ૨
અક્ષરભૂવને થાશે, પ્રસાદીના દર્શન, જોતા ઘનશ્યામ ભાન, ભૂલી રે જાશો.... ગઢડા૦ ૩
અક્ષર ઓરડીમાં દર્શન અક્ષરધામના, એક સરખા મુક્ત-મહારાજને જોશો.... ગઢડા૦ ૪
દરબારગઢ, લીંબતરુ, કૂવો ગંગાજળિયો, કરી દર્શન પુરો હૈયાની હોંશો.... ગઢડા૦ ૫
ઘેલો, લક્ષ્મીવાડી, સ્મૃતિમંદિર, ઓટા, બેઠક, જ્ઞાન કહે મોટીબાનો મહિમા જોશો.... ગઢડા૦ ૬

મૂળ પદ

ચાલો રે ચાલો દર્શને ચાલો

મળતા રાગ

રહેજા આનંદમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી