તમને સંભારે છે સંસાર આવા ગુણો મેં જોયા નહિ કોઇમાં- શ્રદ્ધાંજલિ ૧/૧

તમને સંભારે છે સંસાર,
આવા ગુણો મેં જોયા નહિ કોઇમાં...તમને૦ ટેક.
તારા જીવનની, જેવું જીવે તો રહે, રંગ જગતમાં,
તારી સફળતા, જેવી મળે તો મળે, મોજ જગતમાં,
થઇ જાય એનો બેડો પાર...આવા૦ ૧
વર્ષો જશે ને, યુગો જશે પણ રે'શે, યાદ તમારી,
થવાણું ન તમ જેવા, એવી રહેશે ફરીયાદ અમારી,
ધન્ય ધન્ય તારો અવતાર...આવા૦ ૨
જોતા જ તમને, રાજી થતા'તા લાખો, લોકો હૃદયથી,
પામીને તમને, પામી જતા'તા લાખો, સુખ હૃદયથી,
હતાં કરોડોના આધાર...આવા૦ ૩
તમે જ્યાં હશો ત્યાં, ખુશી હશે રે વાલા, સર્વે પ્રકારની,
તમારા વિના હવે, જીવવું પડે છે એ તો, સજા એક પ્રકારની,
‘જ્ઞાન' સહુને સુખ દેનાર...આવા૦ ૪

મૂળ પદ

તમને સંભારે છે સંસાર

મળતા રાગ

તુજકો પુકારે મેરા પ્યાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0