સત્સંગ કરને પ્રાણી, ધોખો શિર જમનો જાણી ૧/૪

સત્સંગ કરને પ્રાણી, ધોખો શિર જમનો જાણી;
કુસંગમાં કાજ ન સરે, સયાના શિદને કરે. ૧
ફુલ્યો બહુ ફેલે ચડી, નારાયણ ન ભજ્યા ઘડી;
મોંઘો મનુષ્યતન પામી, હવે થા માં લુણહરામી. ર
ડાહ્યો થઇ ડાયરે મહાલ્યો, ધર્મને રાહ નવ ચાલ્યો;
વરણાગી થઇને વિહારી, આવ્યો દાવ જાય છે હારી. ૩
નારી સંગ સ્નેહ કરી, વિસારી મેલ્યા હરિ;
ચિંતામણી હાથમાં આવ્યો, ગાફલ તેં વ્યર્થ ગુમાવ્યો. ૪
સાધુના સંગને ત્યાગી, સગામાં રહે છે તું રાગી;
ભૂમાનંદ કહે દુઃખ ભારી, ભોગવીશ જમને દ્વારી. પ

મૂળ પદ

સત્‍સંગ કરને પ્રાણી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0