મંદિર બિરાજો મારે માવજી રે, પધરાવું હું બિછાવી પલંગજો ૨/૪

મંદિર બિરાજો મારે માવજી રે,
પધરાવું હું બિછાવી પલંગજો;
પ્રેમ કરીને ચાંપુ પ્યારા પાવને જો,
અર્પણ કરૂં અલબેલાજી અંગ જો. ૧
ગજરા હું ગુંથી પહેરાવું હાથમાં જો,
તોરા ખોસું પ્યારી પાઘમાંહી જો;
હાર પહેરાવું હૈયે સુગંધી ફૂલના જો,
મળો માવા મુજને ઝાલી બાંહી જો. ર
જે જોઇએ તે તમને આણી આપશું જો,
નટવર મારા નેણું ના શણગાર જો;
રાત દિવસ રસિયાજી તમને રાખશું જો,
હૈડા કેરો કરી તમને હાર જો. ૩
લાવો લઇએ અલૌકિક ભેટી ભુજમાંજો,
સર્વે અંગે કરી ચંદન ખોરજો;
ભૂમાનંદના વાલા રહોને આંખની જો,
આગે તમે જગના જીવન દોર જો. ૪

મૂળ પદ

જીવનને જોવાને ચાલો સુંદરી, ઊભા આવી વૃંદાવન મોજાર જો

મળતા રાગ

ધોળ ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો માનની

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0