નારાયણ સ્વામી સર્વે લોકના, વાલોજીરે ધામી અક્ષરધામના, સહજાનંદ સુખકંદ ૩/૪

નારાયણ સ્વામી સર્વે લોકના.......... ટેક
વાલોજીરે ધામી અક્ષરધામના, સહજાનંદ સુખકંદ;
નરનારાયણ સ્થાપવા, લઇ મહા મુનિનાં વૃંદ. ના. ૧
મંડપ રચાવી મોતીયે, વેદિકા જુત શણગાર;
વિપ્ર બોલાવી વેદીયા, કરે હોમ કરી વેદ ઉચ્ચાર. ના. ર
નરનારાયણ દેવને, ભેટ્યા ભરીને બાથ;
સિંહાસનને ઉપરે, પધરાવી નિજ હાથ. ના. ૩
વિપ્રને જમાડવા, પધાર્યા પુર બહાર;
ભૂમાનંદ કહે ભાવથી, કાંકરીઆ મોઝાર. ના. ૪

મૂળ પદ

શ્રી સહજાનંદ પ્રકટ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0