આજ ઠરી અમારી આખડી, ઘનશ્યામ સલૂણા છેલને ૩/૫

 આજ ઠરી અમારી આખડી..... ટેક.

ઘનશ્યામ સલૂણા છેલને,
પધરાવીને પૂરણ થાવ રે;
પ્યારે મનોરથ પુરા કર્યા,
આવી ભેટ્યા નટવર નાવ રે..     આજ. ૧
અતિ ઓઘ વળ્યા આનંદના,
મારા હૈડામાં હરખ ન માયરે;
ખંગ ખોયલા દિવસના વળ્યા,
સુખસાગર છોળે જાય રે..              આજ. ર
થયા પુરા મનોરથ માયરા,
ચાલી આવ્યા સુંદર છેલ રે;
ભૂમાનંદ કહે ભાગ્ય ઉદય થયાં,
આવ્યા ચાલી ગીરધર ગેલ રે..   આજ. ૩
 

મૂળ પદ

ચાલો જાઇએ ચોંપે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0